WINTER

Border 2 Trailer : ‘બોર્ડર 2’ ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, રુંવાડા કરી દેશે ઉભાં…

Border 2 Trailer : મનોરંજન, 16, જાન્યુઆરી “ગદર 2” ની જબરદસ્ત સફળતા પછી સની દેઓલ “બોર્ડર 2” સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે, જે 1997માં દેશભક્તિથી ભરેલી ડ્રામા ફિલ્મ “બોર્ડર” ની સિક્વલ છે. ચાહકો આ ફિલ્મની આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે. આજે, 15 જાન્યુઆરી, આર્મી ડેના ખાસ પ્રસંગે નિર્માતાઓએ ફિલ્મનું રુંવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ કર્યું છે.

બોર્ડર 2 નું ટ્રેલર દેશભક્તિથી ભરેલું 

“બોર્ડર 2” માં સની દેઓલ ઉપરાંત બીજા અન્ય કલાકારો જેવા કે… દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. તે ઉપરાંત મોના સિંહ, સોનમ બાજવા, અન્યા સિંહ અને મેધા રાણા મહિલા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વરુણ ધવન દ્વારા ભજવવામાં આવેલી મેજર હોશિયાર સિંહની સાચી વાર્તા પર કેન્દ્રિત છે. ટ્રેલરની શરૂઆત સની દેઓલથી થાય છે.

બાદમાં વરુણ ધવન, અહાન પાંડે અને દિલજીત દોસાંઝનો પરિચય કરાવવામાં આવે છે. ટ્રેલર દેશભક્તિની ભાવનાથી ભરેલું છે. ફિલ્મનું સંગીત પણ હૃદયસ્પર્શી છે. ટ્રેલરમાં દરેક દ્રશ્ય દેશભક્તિ અને ભાવનાથી ભરેલું છે. ટ્રેલરમાં 1997ની ફિલ્મ “બોર્ડર” જેવી લાગણી છે. સમગ્ર ટ્રેલરમાં સની દેઓલ પ્રભુત્વ ધરાવે છે, અને અન્ય કલાકારો પણ તેમાં જોરદાર અભિનય કરતા જોવા મળશે.

ફિલ્મ “બોર્ડર 2” રિલીઝ થાય તે પહેલાં જ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. ટ્રેલર પર ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સે  પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમામ અભિનેતાની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે.