Kantara

Oscars award 2025: પોતાના દમ પર આ બે ફિલ્મોએ કરી ઓસ્કારમાં એન્ટ્રી…

બોલિવૂડ ડેસ્ક, 10 જાન્યુઆરી, Oscars award 2025:  2025ની સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મોમાંથી એક ‘કાંતારા ચેપ્ટર 1’ હવે ઓસ્કારની રેસમાં આવી ગઈ છે. કર્ણાટકની લોકકથાઓથી પ્રેરિત ઋષભ શેટ્ટીની ફિલ્મ  ‘કાંતારા ચેપ્ટર 1’ 2 ઑક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 850 કરોડથી વધુ કલેક્શન સાથે આ 2025ની બીજી સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મ બની ગઈ છે. શાનદાર રિવ્યૂઝ અને લોકોને વ્યાપાર પ્રશંસા મેળવનાર આ ફિલ્મ હવે ઓસ્કારની રેસનો હિસ્સો બની ગઈ છે.

કાંતારા ચેપ્ટર 1′ની સાથે તન્વી: ધ ગ્રેટપણ પહોંચી

માત્ર 125 કરોડના બજેટમાં બનેલી  ‘કાંતારા ચેપ્ટર 1’ના વિઝ્યુઅલ્સ જોઈને લોકો અવાચક બની ગયા હતા. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ કહ્યું હતું કે, આ ફિલ્મને ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવી જોઈએ. જોકે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ઓસ્કારની ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર’ કેટેગરી માટે ભારત તરફથી ઓફિશિયલી ‘હોમબાઉન્ડ’ને મોકલી છે. ‘હોમબાઉન્ડ’ આ કેટેગરીની ટોપ 15 ફિલ્મોમાં શોર્ટલિસ્ટ પણ થઈ ચૂકી છે.

પરંતુ ‘કાંતારા ચેપ્ટર 1’એ જનરલ કેટેગરીમાં એન્ટ્રી દ્વારા ઓસ્કારની રેસમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ અનુપમ ખેરની ‘તન્વી: ધ ગ્રેટ’ પણ આ લિસ્ટમાં સામેલ છે. અનુપમ ખેરે ફિલ્મમાં એક્ટિંગની સાથે-સાથે તેને ડાયરેક્ટ પણ કરી છે. ‘તન્વી’ એક એવી છોકરીની સ્ટોરી છે જે ઓટીઝમ સાથે જન્મી અને દેશ માટે શહીદ થઈ. પોતાના પિતાની જેમ તે પણ સેનામાં સામેલ થવા માગતી હતી. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો.

ભારતની કોઈપણ પ્રકારની ભલામણ નહીં તેમ છતાં બે ફિલ્મો ઓસ્કારની રેસમાં

ઓસ્કારની ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ’ કેટેગરીમાં એ ફિલ્મો પહોંચે છે, જેને દરેક દેશ પોતાની તરફથી ઓફિશિયલી મોકલે છે. આ કેટેગરીમાં એવોર્ડ ફિલ્મનો નહીં દેશનો હોય છે. ઉદાહરણ તરીકે જો ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ’ કેટેગરી માટે ‘હોમબાઉન્ડ’ને પસંદ કરવામાં આવે, તો ઓસ્કારના સ્ટેજ પર ફિલ્મનું નામ નહીં પણ ભારતનું નામ એનાઉન્સ કરવામાં આવશે.