Narendra Modi

PM Modi Gujarat visit: આજથી પીએમ મોદી ત્રણ દિવસીય પ્રવાસ પર, સોમનાથ મંદિરની લેશે મુલાકાત

   ગાંધીનગર, 10 જાન્યુઆરી, PM Modi Gujarat visit: 10 જાન્યુઆરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીએ કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ આપણી આધ્યાત્મિક પરંપરાનું એક શક્તિશાળી પ્રતીક છે, અને દેશભરમાં ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર, 10 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. પીએમ મોદી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્ય વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે.ઉલ્લેખનિય છે કે, મહમૂદ ગઝનવીના હુમલાની ઘટનાને  1૦૦૦માં વર્ષ પૂર્ણ થતાં આ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન મહોત્સવનો પ્રારંભ થયો છે.

આવતીકાલે, પ્રધાનમંત્રી મોદી રાજકોટ જશે. ત્યાં તેઓ મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી સમિટમાં આયોજિત વેપાર મેળા અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.રાજકોટથી, પ્રધાનમંત્રી અમદાવાદ જશે, જ્યાં તેઓ સેક્ટર 10-A થી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે.