CBSE Result 2025

CBSE DateSheet Change: CBSEએ બોર્ડ પરીક્ષાના અમુક પેપરની તારીખમાં કર્યો ફેરફાર- વાંચો આ કામની માહિતી

નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ CBSE DateSheet Change: જો તમે પણ સીબીએસઈની 10 અને 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ પરિષદે ડેટશીટમાં અમુક ફેરફાર કર્યા છે. બોર્ડ તરફથી મળતી જાણકારી અનુસાર, 3 માર્ચના રોજ યોજાનારી પરીક્ષાની તારીખને આગળ લંબાવી છે.

3 માર્ચવાળી પરીક્ષા ક્યારે લેવાશે?
સીબીએસઈની નવી ડેટશીટ અનુસાર, 3 માર્ચે યોજાનારી પરીક્ષા 11 માર્ચ અને 10 એપ્રિલે યોજાશે. સીબીએસઈએ વેબસાઈટ પર નવી ડેટશીટ જાહેર કરી દીધી છે. આ નવી ડેટશીટ અનુસાર, ધોરણ 10ની 3 માર્ચની પરીક્ષા 11 માર્ચ 2026ના રોજ લેવાશે. તો વળી 12માં ધોરણની 3 માર્ચવાળી પરીક્ષા 10 એપ્રિલના રોજ લેવાશે.

આ પણ વાંચોઃ Protest Against SRK: અભિનેતા શાહરુખ ખાન વિરુદ્ધ સતત વધી રહ્યો છે વિરોધ, ધર્મગુરુઓએ એક્ટરને દેશદ્રોહી કહ્યો

બોર્ડે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આ વિષય ઉપરાંત બાકીના તમામ પેપર પહેલાથી નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર જ લેવાશે.

સીબીએસઈએ તમામ સંબદ્ધ સ્કૂલોને અપીલ કરી છે કે આ ફેરફારની જાણકારી સમય રહેતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી પહોંચાડવામાં આવે. બોર્ડે આશ્વાસન આપ્યું છે કે સંશોધિત ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેમાં નવી પરીક્ષાની તારીખનું સમગ્ર વિવરણ હશે. એટલું જ નહીં બદલાયેલી તારીખ છાત્રાના એડમિટ કાર્ડમાં પણ અપડેટ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Maulana criticized Nusrat: એક્ટ્રેસ નુસરત ભરુચાએ મહાકાલના દર્શન કરતા મૌલાનાએ અભિનેત્રીને શરીયતની નજરમાં ગુનેગાર ગણાવી!