IND Vs SA

IND vs SA: વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વનડે સીરિઝની સતત બીજી મેચમાં સદી ફટકારી, સુનિલ ગાવસ્કરે કર્યા વખાણ

સ્પોર્ટ્સ ડેસ્ક, 03 ડિસેમ્બરઃ IND vs SA: આજે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકન બોલર્સને ઘૂંટણીયે લાવી દીધા.

વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વનડે સીરિઝની સતત બીજી મેચમાં સદી ફટકારી છે. કોહલીએ આજે 90 બોલમાં 100 રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારતાં સુનિલ ગાવસ્કરે વખાણ કરતાં કહ્યું હતું કે તમારી પાસે વિરાટ કોહલી હોય તો સુપરમેનની શું જરૂર? કોહલી મેચમાં કુલ 93 બોલમાં 102 રન ફટકાર્યા. જેમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. આ કોહલીની 53મી વનડે સદી હતી.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

આ પણ વાંચોઃ Kutch Ranotsav 2025: CM ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025-26ની જાહેરાત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

ઋતુરાજ ગાયકવાડે આજે વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી. ઋતુરાજે 77 બોલમાં 100 રન પૂરા કર્યા. પહેલા 52 બોલમાં તેણે 50 રન પૂરા કર્યા હતા અને પછીના 27 બોલમાં તાબડતોબ બેટિંગ કરી અને બીજા 50 રન પૂરા કર્યા. જેમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. જોકે બાદમાં 105 રન પૂર્ણ થતાં ઋતુરાજ ગાયકવાડ આઉટ થઈ ગયો હતો. સ્ટેડિયમમાં સૌ દર્શકોએ ઊભા થઈને ગાયકવાડનું સન્માન કર્યું હતું.

સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો ભવ્ય વિજય
– ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝની પ્રથમ 30 નવેમ્બરે રાંચીમાં રમાઈ હતી જેમાં વિરાટ કોહલીએ 135 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા અને કે એલ રાહુલની અડધી સદીની મદદથી ભારતનો સ્કોર 349 રનનો થઈ ગયો હતો.
– જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 332 રન પર ઓલઆઉટ થઈ હતી.

આ પણ વાંચોઃ Devavrat Rekhe: આ યુવકે દંડક્રમ પદ્ધતિથી 2000 વૈદિક મંત્રો 50 દિવસ સુધી નિર્વિઘ્ન પારાયણ કરીને તિહાસિક સિદ્ધિ મેળવી, PMએ આપી શુભેચ્છા