PoK Confesses

PoK confesses: પીઓકેના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે સ્વીકાર્યુ, કહ્યું- દિલ્હીનો હુમલો અમે કરાવ્યો- જુઓ વાયરલ વીડિયો

નવી દિલ્હી, 20 નવેમ્બરઃ PoK confesses: દિલ્હીના લાલ કિલ્લાની બહાર, ગત 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હજુ પણ ચાલુ છે. પરંતુ પાકિસ્તાને પચાવી પાડેલા ભારતના કાશ્મીરના એક ભાગના (પીઓકે)ના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ સ્વરૂપે સામે આવ્યો છે.

આ વીડિયોમાં, ચૌધરી અનવરુલ હક આતંકવાદી હુમલાને ખુલ્લેઆમ સમર્થન આપવાની સાથોસાથ, તેમા પાકિસ્તાનની સીધી સંડોવણી હોવાનો પણ દાવો કરે છે. ચૌધરી અનવરુલ હકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવો તણાવ ઉમેરી રહ્યું છે.

એક વાયરલ વીડિયોમાં, ચૌધરી અનવરુલ હક, વિધાનસભાને સંબોધતા જોવા મળે છે. જેમાં તેઓ કહે છે કે, “જો બલુચિસ્તાનમાં રક્તપાત ચાલુ રહેશે, તો અમે લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી ભારતને જવાબ આપીશું, અને અમે કર્યું છે. આજે પણ, તેઓ લાશો ગણી રહ્યા છે.” ચૌધરી અનવરુલ હક શાહીન નામથી આતંકવાદીઓને સંબોધે છે અને દાવો કરે છે કે, સશસ્ત્ર આતંકવાદીઓ ભારતમાં ઘૂસીને હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ Anmol brought to India: લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, વાંચો વિગત

તેમણે આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હકના ભાષણને પાકિસ્તાનના આતંકવાદને સમર્થનનો સ્પષ્ટ પુરાવો માનવામાં આવી રહ્યો છે. તેમના નિવેદન બાદ, તેમને તાજેતરમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પીઓકેના વડા પ્રધાન પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

દિલ્હી વિસ્ફોટની તપાસ કરતી એજન્સીઓએ અત્યાર સુધીની તપાસ બાદ એ વાતની પુષ્ટિ કરી છે કે, આ હુમલો જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) મોડ્યુલ દ્વારા કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં 13 થી વધુ લોકોના મોત થયા છે. સુરક્ષા વિશ્લેષકો માને છે કે, આ હુમલો દર્શાવે છે કે પાકિસ્તાન ભારતના અન્ય વિસ્તારોમાં અસ્થિરતા ફેલાવવા માટે અસ્થાયી રૂપે જમ્મુ અને કાશ્મીરથી પોતાનું ધ્યાન હટાવી રહ્યું છે. આના માટે દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન અને નવી રણનીતિની જરૂર પડી છે.

તપાસ એજન્સીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે ઘણા પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારતમાં સતત નકલી સમાચાર ફેલાવી રહ્યા છે. આ ખોટા અને ભડકાઉ સમાચાર મારફતે યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા ISI ભારતમાં મોટા પાયે નવું મોડ્યુલ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાનથી કાર્યરત આતંકવાદી સંગઠનોની ભૂમિકાનો પર્દાફાશ થયો હોય. 2008ના મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા (LeT) અને તેના પાકિસ્તાની હેન્ડલર્સની સંડોવણી વિશ્વ સમક્ષ સાબિત થઈ છે.

આ પણ વાંચોઃ Fake NCERT TextBook: CBSEએ જાહેર કરી એડવાઇઝરી, નકલી NCERT પુસ્તકોથી બચવાના સ્કૂલોને આપ્યા નિર્દેશ