હેલ્થ ડેસ્ક, 20 નવેમ્બરઃ Warm Water: ઠંડીની સિઝનમાં પાણીની તરસ ઓછી લાગે છે. આ કારણે લોકો પાણી ઓછું પીતા હોય છે. આમ, તમને પણ ઓછું પાણી પીવાની આદત છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. ઠંડીમાં પણ દિવસ દરમિયાન પાણી નિયમિત પીવું ખૂબ જરૂરી છે. ઠંડીમાં પણ 3 લીટર પાણી પીવાની આવશ્યકતા રહેલી છે. ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આમ, ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે ઠંડીમાં ગરમ પાણી પીવું જોઈએ. તો જાણો ગરમ પાણી કેમ પીવું જોઈએ અને શું ફાયદો થાય?
ઠંડીમાં ગરમ પાણી પીવાના ફાયદા
પાણી હંમેશા સ્વાસ્થ્ય માટે સારું સાબિત થાય છે. ઠંડીમાં તમે ઠંડું પાણી પીઓ છો તો શરદી-ખાંસી થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ સિવાય ગળું પણ ખરાબ થઈ શકે છે. આ માટે ગરમ પાણી પીવું એક બેસ્ટ વિકલ્પ છે.
જમ્યાં પછી ગરમ પાણી પીવું જોઈએ કે નહીં?
ઠંડીમાં ગરમ પાણી પીવું એક સારો સ્ત્રોત છે. પરંતુ અનેક લોકોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે શું જમ્યા પછી ગરમ પાણી પીવું જોઈએ? આમ, આ વાત તમારા પાચન તંત્ર પર નિર્ભર કરે છે. તમારું પાચન તંત્ર સારું છે તો ગરમ પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે હેવી ખોરાક ખાઓ છો તો ગરમ પાણી પચાવવામાં મદદ કરી શકે છે, પરંતુ તમે હળવો ખોરાક ખાઓ છો તો નોર્મલ પાણી પીઓ.
ઠંડીમાં ગરમ પાણી પીવાના ફાયદા
- ઠંડીમાં ગરમ પાણી પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. ગરમ પાણી ભોજન પચાવવામાં મદદ કરે છે.
- ગરમ પાણી પીવાથી શરીરની અંદરના બેક્ટેરિયા અને વાયરસનો નાશ થાય છે જે આ સિઝનમાં વધારે થાય છે.
- ગરમ પાણી શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. આ કારણે ઠંડીમાં ઠંડું પાણી પીવાનું ટાળો.
આ પણ વાંચોઃ Anmol brought to India: લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, વાંચો વિગત
DISCLAIMER: ઉપરોક્ત સ્વાસ્થ્યને લગતો આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે દરેકનું શરીર અલગ હોય છે અને દરેકની પ્રક્રિયા અલગ હોય છે. અહીં અપાયેલી માહિતી વિવિધ માધ્યમ, સામાન્ય માહિતીઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે જાણકારની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

