વડોદરા, 23 સપ્ટેમ્બરઃ Navratri 2025: નવરાત્રિના પહેલા નોરતે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડના પગલે ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવી ગરબા ગાવાનું બંધ કરી દીધું હતું. જેના પગલે આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી.
United way હાય હાય!#unitedway #vadodara pic.twitter.com/AlU30A0ghP
— My Vadodara (@MyVadodara) September 23, 2025
વડોદરાના સૌથી મોટા ગરબામાં પહેલા દિવસે (22મી સપ્ટેમ્બર) ખેલૈયાઆએે મન મૂકીને ગરબા રમવાનું શરૂ કર્યુ હતું. પહેલા સેશનમાં અંદાજે 25 હજાર યુવક -યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની જમાવટ કરી હતી, પરંતુ બીજા સેશનમાં કેટલાક ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં કાદવ કીચડ હોવાની બૂમો પાડી હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચોઃ Rainfall forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં જોવા મળશે વરસાદી માહોલ, વાંચો વિગત
મુખ્ય ગાયક અતુલ દાદા અને ગરબા ગાયક વૃંદને ટાર્ગેટ બનાવી કાદવ તેમના તરફ ફેંક્યો હતો. અતુલ દાદા સાથે કેટલાકે ગેરવર્તન કર્યુ હતું. અતુલ દાદાએ ખેલૈયાઓને સમજાવવાની કોશિષ કરી હતી, પરંતુ રિફંડ રિફંડના નારા લગાવીને ગરબા અટકાવી દીધા હતા. યુનાઈટેડ વેના આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી.
વડોદરાના United Wayનું ગરબા ગ્રાઉન્ડ કાદવમાં ફેરવાયું, અતુલ પુરોહિતે કર્યો લોકોને સમજવાનો પ્રયાસ…#UnitedWay #Garba #Ground #Vadodara #Mud #Rain #Singer #AtulPurohit #People #Gujarat #India #News #Jamawat #JamawatUpdate pic.twitter.com/acBO2IEoUC
— Jamawat (@Jamawat3) September 23, 2025
આયોજકોએ જણાવ્યું હતું કે, ‘અમને એક દિવસ ગ્રાઉન્ડ સરખુ કરવા માટે આપો. અમે ખોટા વચનો આપતા નથી. બીજા નોરતે ગ્રાઉન્ડ અગાઉના વર્ષો જેવુ જ કરી દેવામાં આવશે.’ તેમ છતાં જે ખેલૈયાઓને રિફંડ જોઈતુ હોય તેઓ ગરબા ગ્રાઉન્ડ પર આવેલા સ્ટોલ પર તેમના પાસ જમા કરાવી દેશે તો તેઓને આગામી છ દિવસમાં ઓનલાઈન તેઓના ખાતામાં પૈસા જમા કરાવી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ Diwali ST Bus Service: મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગની દિવાળી સ્પેશિયલ બસ સેવા; ભાડાની વિગતો અહીં

