અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ Rainfall forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે આગાહી મુજબ તો દક્ષિણ,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. પવનોની દિશા બદલાતા અને મહારાષ્ટ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આગામી 7 દિવસ સુધી વરસાદ યથાવત રહી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 25 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે નવરાત્રિ બરાબર જામશે ત્યારે લાગે છે કે વરસાદ વિઘ્ન બની શકે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) September 23, 2025
આ પણ વાંચોઃ Diwali ST Bus Service: મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગની દિવાળી સ્પેશિયલ બસ સેવા; ભાડાની વિગતો અહીં
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખેલૈયાઓની સાથે સાથે આયોજકોને પણ ચિંતામાં મુકે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદ પડશે. જેનો મતલબએ થયો છે કે દશેરા સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં તો ચાર ઈંચ જેટલો વરસાદ પડે તેવી પણ શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) September 22, 2025
આજે ક્યાં પડશે વરસાદ
– ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ
– દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ
– સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ
– અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ
આવતીકાલે ક્યાં પડશે વરસાદ
– ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ
– મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી
– નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર
– મોરબી, ગીર સોમનાથ અને બોટાદ
આ પણ વાંચોઃ Navratri 2025: નવરાત્રીમાં આ 3 રાશિઓનું ખુલશે ભાગ્ય, મળશે માતાજીના વિશેષ આશીર્વાદ

