નવી દિલ્હી, 11 સપ્ટેમ્બરઃ India border high alert: ભારત- નેપાળ સરહદ પર સશસ્ત્ર સીમા દળ (SSB)એ મોટી કાર્યવાહી કરતાં નેપાળની જેલોમાંથી ભાગી ગયેલા 35 કેદીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ કેદીઓ નેપાળમાં હાલમાં અશાંતિ અને હિંસા દરમિયાન વિવિધ જેલમાંથી ભાગી ગયા હતા.
SSB એ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આ ફરાર કેદીઓને સરહદ પાર કરવાની કોશિશ કરતાં પકડાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, સીમા પર હાઈએલર્ટ આપવામાં આવી છે અને પકડાયેલા કેદીઓની સંખ્યા હજુ વધી શકે છે. નેપાળમાં બગડેલી પરિસ્થિતિ વચ્ચે ભારતે તેની સરહદ વધુ મજબૂત કરી લીધી છે, જેથી કરીને કોઈ આરોપી ભારતીય સીમામાં પ્રવેશી ન થઈ શકે.
નેપાળમાં તાજેતરના ‘Gen Z’ ના હિંસક વિરોધ પ્રદર્શનોના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. આ વિરોધ પ્રદર્શનો વચ્ચે નેપાળના 77 જિલ્લાઓની જેલોમાંથી હજારો કેદીઓ ભાગી ગયા છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું, જેના પછી ત્યાંની કાયદા – વ્યવસ્થાની સ્થિતિ અત્યંત બગડી ગઈ છે.
આ પણ વાંચોઃ The Gujarat Clinical Establishment: રજીસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને રુ. 5 લાખ સુધીના થશે દંડ
નેપાળ આર્મીને જેલોની આસપાસ તહેનાત કરી દેવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ દરમિયાન ભારત દ્વારા SSBએ પોતાની જવાબદારી સંતોષકારક રીતે નીભાવીને ભાગી ગયેલા કેદીઓને ભારતમાં ધુસતા પહેલા જ પકડી પાડ્યા છે.
#WATCH भारत-नेपाल सीमा: अरुण पांडे, इंस्पेक्टर प्रभारी, SSB ने कहा, “पिछले 2-3 दिन से नेपाल के हालात खराब थे लेकिन कल भैरवा के इलाके में भयावह घटना घटी। सीमा के नजदीक भन्सार को जला दिया गया और कई जगह आगजनी की, चैयरमेन के घर को जला दिया गया। कल शाम के बाद से कोई घटना नहीं हुई… pic.twitter.com/EMmtBPxLPr
— ANI_HindiNews (@AHindinews) September 10, 2025
SSB એ ઉત્તર પ્રદેશમાં 22, બિહારમાં 10 અને પશ્ચિમ બંગાળમાં ત્રણ કેદીઓને પકડ્યા હતા. આ બધા કેદીઓ કોઈ પણ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. SSB એ સરહદ પર સતર્કતા વધારી દીધી અને આવતા-જતા દરેક વ્યક્તિની કડક તપાસ શરૂ કરી દીધી છે.
ગુપ્ત માહિતી અને પેટ્રોલિંગ વધુ તીવ્ર કરવામાં આવી છે, જેથી કોઈ ભાગી ગયેલો કેદી ભારતીય સરહદમાં પ્રવેશી ન શકે. બુધવારે, ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં વધુ પાંચ કેદીઓ પકડાયા હતા, જેઓ નેપાળથી ભાગીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પકડાયેલા તમામ કેદીઓને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ અને ગુનાઓની તપાસ કરવામાં આવી રહી છે. SSB ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નેપાળમાં ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. જેના કારણે ત્યાંની જેલોમાં ભાગવું સરળ બન્યું હતું. સુરક્ષા કર્મચારીઓને ધમકી આપીને કેદીઓ જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યા. પરંતુ ભારતની સતર્કતાએ આ ગુનેગારોના પ્લાનને નિષ્ફળ બનાવ્યા.
આ પણ વાંચોઃ Primary school: 16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ

