Heavy Rain

Gujarat Rain Update: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હજી 4 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં રેડ એલર્ટ

અમદાવાદ, 04 સપ્ટેમ્બરઃ Gujarat Rain Update: દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં પણ વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આ અઠવાડિયું ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. તેમજ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આગામી અઠવાડિયું ક્યાં અને કેટલો રહેશે વરસાદ.

4 સપ્ટેમ્બર
હવામાન વિભાગ દ્વારા, ગુરૂવારે (4 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 10 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
– રેડ એલર્ટઃ ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર
– ઓરેન્જ એલર્ટઃ દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર અને અમરેલી.
– યલો એલર્ટઃ ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા.

આ પણ વાંચોઃ BELL WORKS: હોલ્મડેલમાં આવેલી આ ઐતિહાસિક બેલ વર્ક્સ બિલ્ડીંગ તેના અત્યાધુનિક આર્કિટેક્ચર માટે જાણીતી- જુઓ વીડિયો

5 સપ્ટેમ્બરઃ
હવામાન વિભાગ દ્વારા, શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 18 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
– રેડ એલર્ટઃ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
– ઓરેન્જ એલર્ટઃ સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ
– યલો એલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.

6 સપ્ટેમ્બરઃ
હવામાન વિભાગ દ્વારા, શનિવારે (6 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 21 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
– રેડ એલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
– ઓરેન્જ એલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
– યલો એલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો એલર્ટ રહેશે.

7 સપ્ટેમ્બરઃ
હવામાન વિભાગ દ્વારા, રવિવારે (7 સપ્ટેમ્બર) 1 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 11 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
– રેડ એલર્ટઃ કચ્છ
– ઓરેન્જ એલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર
– યલો એલર્ટઃ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ

8 સપ્ટેમ્બરઃ
હવામાન વિભાગ દ્વારા, સોમવારે (8 સપ્ટેમ્બર) વરસાદનો માહોલ શાંત પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે વરસાદ ઓછો રહેશે. સોમવારે ફક્ત 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને બાકીના જિલ્લામાં વરસાદની આગાહી નહિવત છે.
– યલો એલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ

આ પણ વાંચોઃ Semicon India 2025: PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, અમેરિકાને આપ્યો જવાબ