Ashish Kapoor

Ashish Kapoor:’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ ટીવી એક્ટર આશિષ કપૂરની દુષ્કર્મ કેસમાં ધરપકડ, જાણો શું છે મામલો?

મનોરંજન ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃ Ashish Kapoor: જાણીતા ટીવી અભિનેતા આશિષ કપૂર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે. અભિનેતાની પુણે પોલીસે ધરપકડ કરી લીધી છે. પીડિતાએ ઓગસ્ટમાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષ કપૂર પર બાથરૂમમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આશિષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આશિષ કપૂર ટીવી જગતનો એક જાણીતો ચહેરો છે. ટીવી ઉપરાંત તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે અને તેની સારી ફેન ફોલોઈંગ છે. જોકે, હવે આ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હજી 4 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં રેડ એલર્ટ

એક અહેવાલ પ્રમાણે પોલીસે અનેક સ્થળોએ આશિષ કપૂરની ગતિવિધિઓ પર નજર રાખ્યા બાદ પુણેથી તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષે બાથરૂમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 11 ઓગસ્ટના રોજ FIR નોંધ્યા પછી પોલીસે આશિષ કપૂરની તલાશ શરૂ કરી દીધી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પીડિતાએ પોતાની શરૂઆતની ફરિયાદમાં કેટલાક અન્ય લોકોના નામ લીધા હતા, પરંતુ બાદમાં તેણે પોતાનું નિવેદન બદલી નાખ્યું. પહેલા નિવેદનમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, આશિષે કેટલાક અજાણ્યા લોકો સાથે મળીને મારી સાથે દુષ્કર્મ આચર્યું. બાદમાં તેણે માત્ર આશિષ પર જ આરોપ લગાવ્યો હતો. પીડિતાએ એવો પણ દાવો કર્યો કે, ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન આવા કોઈ ફૂટેજ નથી મળ્યા.

આ પણ વાંચોઃ BELL WORKS: હોલ્મડેલમાં આવેલી આ ઐતિહાસિક બેલ વર્ક્સ બિલ્ડીંગ તેના અત્યાધુનિક આર્કિટેક્ચર માટે જાણીતી- જુઓ વીડિયો