BCCI President

BCCI President: રોજર બિન્નીએ BCCI પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી, હવે આ સંભાળશે કમાન

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 ઓગષ્ટઃ BCCI President: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, BCCI પ્રમુખ રોજર બિન્ની તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ સમય દરમિયાન, બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

સૂત્રોના રિપોર્ટ અનુસાર બુધવારે બીસીસીઆઈની એપેક્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ ટોચની કાઉન્સિલની બેઠકનું નેતૃત્વ રાજીવ શુક્લાએ કર્યું હોવાની ચર્ચા છે. બેઠકનો મુખ્ય એજન્ડા પણ સ્પોન્સરશિપ અંગે હતો. કેમ કે તાજેતરમાં જ નવા કાયદાને કારણે ડ્રીમ11 એ બીસીસીઆઈને જણાવી દીધું હતું કે તે હવે ટીમ ઈન્ડિયાને સ્પોન્સર નહીં કરી શકે જેના કારણે નવા સ્પોન્સરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. તેને લઈને જ આ બેઠક થઇ હતી.

આ પણ વાંચોઃ Heavy Rain: છેલ્લા 24 કલાકમાં 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, હજી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

BCCIના બંધારણ મુજબ, કોઈપણ અધિકારીએ 70 વર્ષની ઉંમર પછી પોતાનું પદ છોડવું પડે છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી રોજર બિન્ની આ પદ પર રહેવા માટે અયોગ્ય બની જશે. અહેવાલો અનુસાર, રાજીવ શુક્લા થોડા મહિના માટે કાર્યભાર સંભાળશે. નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરશે. રાજીવ શુક્લા 2020 થી BCCIના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે.

રોજર બિન્ની 1983માં ODI વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના સભ્ય હતા. તેમને 2022માં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીના સ્થાને BCCIના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સૌરભ ગાંગુલી 2019 થી 2022 સુધી BCCIના પ્રમુખ હતા. બિન્ની BCCIનો હવાલો સંભાળનારા ત્રીજા ભૂતપૂર્વ ક્રિકેટર છે.

નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ કાયદો લાગુ થવા છતાં, BCCI આગામી મહિને તેની વાર્ષિક સામાન્ય સભા (AGM) અને ચૂંટણીઓ યોજશે. કારણ કે આ કાયદો હજુ સુધી ઔપચારિક રીતે લાગુ થયો નથી. અહેવાલો અનુસાર, આ કાયદાને લાગુ થવામાં ચારથી પાંચ મહિનાનો સમય લાગી શકે છે. તેથી, આગામી ચૂંટણીઓ મુલતવી રાખી શકાતી નથી.

આ પણ વાંચોઃ PM Modi Japan Visit: જાપાનમાં રાજસ્થાની લોકગીત સાથે PM મોદીનું થયું સ્વાગત, વડાપ્રધાને કહ્યું- ભારત-જાપાનની ભાગીદારી દરેક ક્ષેત્રમાં…