અમદાવાદ, 29 ઓગષ્ટઃ Heavy Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મેઘાની રમઝટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં 5.59 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ અરવલ્લીના મેઘરજમાં 4.45 વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરના દહેગામમાં 3.82 ઈંચ વરસાદ ખાબક્યો છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 29, 2025
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા કેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો છોટાઉદેપુરના ક્વાંટમાં 3.15 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 22 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ અન્ય 46 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદની શક્યતા છે. આ શક્યતાને પગલે હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 42થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.જેના પગલે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

