અમદાવાદ, 25 ઓગષ્ટઃ Seventh Day School: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના એક અઠવાડિયા બાદ ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ શિક્ષણ કાર્ય હાલ પૂરતું ઓનલાઈન જ શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે હાલ કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય નહીં તે માટે વચગાળાના આયોજનની શરૂઆત કરવામાં આવી છે. આ માટે DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) કચેરીના ચાર અધિકારીઓની એક ટીમને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે. આ ટીમ વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને જે વાલીઓ પોતાના બાળકનો પ્રવેશ સેવન્થ ડે સ્કૂલમાંથી રદ કરાવીને અન્ય સ્કૂલમાં દાખલ કરવા ઈચ્છતા હશે તો તેમને મદદ કરશે.
આ પણ વાંચોઃ Weather Update: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા કેવું રહેશે વાતાવરણ?
સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવશે. DEO દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે.
વાલીઓ હવે સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકશે. આ પગલાંથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેની ખાતરી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Divorce talk: ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાને લઇ દિકરી ટીના અહુજાએ આપી જાણકારી, જાણો શું કહ્યું?

