Parineeti Pregnancy

Good News: પરિણીતી અને રાઘવએ સોશિયલ મીડિયા પર આપ્યા ગુડ ન્યુઝ, કપલ બનવા જઇ રહ્યા છે માતા-પિતા

મનોરંજન ડેસ્ક, 25 ઓગષ્ટઃ Good News: બોલિવૂડ એકટ્રસ પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ પતિ રાઘવ ચઢ્ઢા બંને જલદી માતા-પિતા બનવા જઇ રહ્યા છે. બંનેએ પહેલા બાળકનું સ્વાગત કરવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. કપલે ચાહકોને આ સારા સમાચાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપ્યા હતા.

કપલે ઇન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં એક કેકની તસવીર શેર હતી અને તેના પર ‘1+1+3’ લખ્યું હતું. આ ઉપરાંત કેક પર નવજાત શિશુના પગની નિશાની પણ છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બંનેએ એક પાર્કમાં વૉક કરી રહ્યા છે. આ વીડિયો જોઈને ચાહકોએ તેમને અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું છે. ત્યારે આ પોસ્ટ જોઈ બોલિવૂડના અન્ય કલાકારો અને રાજકારણથી જોડાયેલા દિગ્ગજોએ પણ વધામણા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

આ પણ વાંચોઃ Seventh Day School: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ઓનલાઇન શિક્ષણ શરુ, DEOએ લીધો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

બંનેએ પોસ્ટ શેર કરતાં કેપ્ટશન લખ્યું હતું, ‘ હમારા છોટા સા બ્રહ્માંડ.. આગે બઢ રહા હૈ, ઢેર સારા આશીર્વાદ.’ પોસ્ટ શેર કરતાં એક્ટ્રેસ હુમા કુરૈશીએ લખ્યું- ‘બધાઈ હો’. સોનમ કપૂરે લખ્યું, ‘બધાઈ હો ડાર્લિંગ’. ભૂમિ પેડનેકરે પણ વધામણાં આપ્યા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

ઉલ્લેખનીય છે કે, રાઘવ અને પરિણીતિ ચોપરાએ 2023માં ડેટિંગ શરૂ કરી હતી, પણ તેમણે ત્યારે આ સંબંધ વિશે સત્તાવાર રીતે વાત નહોતી કરી. ત્યારે મે 2023માં નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં બંનેએ સગાઈ કરી આ સંબંધને સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાનના ઉદયપુરમાં પારંપારિક હિન્દુ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ Weather Update: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા કેવું રહેશે વાતાવરણ?