Asaram Bail Granted

Asaram Case: આશારામને ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે આ તારીખે થશે અગામી સુનવણી- વાંચો વિગત

અમદાવાદ, 19 ઓગષ્ટઃ Asaram Case: સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આશારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે આશારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે, જેની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે થશે. નોંધનીય છે કે, આશારામે સ્વાસ્થ્ય કારણોસર જામીન લંબાવવાની અરજી કરી હતી.

આ ઉપરાંત રાજસ્થાન હાઈકોર્ટે 29મી ઓગસ્ટ સુધી આશારામના હંગામી જામીન લંબાવ્યા હતા. ત્યારબાદ સોમવારે (18મી ઓગસ્ટ) અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Rain Forecast: ગુજરાતના 7 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- વાંચો વિગત

અગાઉ ગુજરાત હાઈકોર્ટે 27મી જૂને આશારામના સાતમી જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. જોકે, બાદમાં ત્રીજી જુલાઈએ જામીન એક મહિનો સુધી વધાર્યા હતા. ત્યારબાદ સાતમી ઓગસ્ટ 2025ના રોજ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હવે ફરી કોર્ટે આશારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આશારામ હાલ જામીન હેઠળ બહાર છે. રાજસ્થાન હાઇકોર્ટે આશારામના સ્વાસ્થ્યની તપાસ કરવા સૂચનાઓ જારી કરી અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની એક પેનલ બનાવી બીમારીની સંપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. જેના ભાગરૂપે આશારામને સોમવારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેને વીઆઇપી સુવિધા મળી હોવાના આક્ષેપો થયા છે.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2025: આ વર્ષે રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત, વાંચો સંપૂર્ણ માહિતી