Gujarat Rain Update 2025

Rain Forecast: ગુજરાતના 7 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- વાંચો વિગત

અમદાવાદ, 19 ઓગષ્ટઃ Rain Forecast: હવામાન વિભાગે આજે રાજ્યના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા સુધી ઍલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત, હવામાન વિભાગે અન્ય 8 જિલ્લાઓમાં પણ ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં નવસારી, સુરત, ભરુચ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબીનો સમાવેશ થાય છે. આ સિવાય, રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2025: આ વર્ષે રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત, વાંચો સંપૂર્ણ માહિતી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં કુલ 4 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદની શક્યતા વધી છે. આગામી 24 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે (20 ઑગસ્ટ) દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આગામી 22 ઑગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને માર્ગ વ્યવહાર પણ પ્રભાવિત થઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચોઃ Flash Charging Bus: નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, સરકાર કરી રહી છે વિમાન જેવી સુવિધાવાળી 135 સીટર બસ શરૂ કરવાની તૈયારી