ગાંધીનગર, 07 ઓગષ્ટઃ LRD Written Exam: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા માટે ગત 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. 30 જૂને ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરી હતી. જ્યારે આજે (6 ઓગસ્ટ) લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા છે.
💥 પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનાં ગુણ જાહેર કરાયાં
🚨 રાજ્યમાં ગત 15 જૂને લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ હતી
📍 LRD ના માર્ક્સ જોવાની Link:-https://t.co/r2cpF0EIrf તથા https://t.co/4HiWacEhrI ઉપર આ ગુણ જોઈ શકે છે@GujaratPolice @AhmedabadPolice @sanghaviharsh pic.twitter.com/TvsYdYmRvU
— AIR News Gujarat (@airnews_abad) August 6, 2025
આ પણ વાંચોઃ kailash yatra: કૈલાશ યાત્રાના માર્ગ પર અચાનક પૂર આવતા ઘણા યાત્રાળુઓ ફસાયા, રેસક્યુ ઓપરેશન યથાવત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ virtualview.co.in પર જઈને પોતાના રોલનંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ગુણ જોઈ શકશે.
લોકરક્ષક કેડરની તા. 15/06/2025ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાના ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/fkeVyerQhz તથા https://t.co/U0J0SyYkUh પર જાહેર કરવામાં આવેલ છે…#LRDExam #examresults #GujaratPolice #PoliceBhartiBoard
— Gujarat Information (@InfoGujarat) August 6, 2025
બોર્ડે ઉમેદવારોને પોતાના ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે 15 દિવસનો સમય આપ્યો છે. જેમાં જે ઉમદવારો પોતાના લખિત પરીક્ષાની OMR Sheet નું રિચકિંગ કરાવવા ઇચ્છતા હોય તેમને રૂ.500નો ફી ચૂકવવાની રહેશે.
આ પણ વાંચોઃ Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ, 4ના મોત નીપજ્યા- 50 લોકો ગુમ

