અહેવાલ : સમીર શુક્લ
વર્લ્ડ ન્યુઝ, 31 જુલાઇઃ Heat wave: અમેરિકાના અનેક રાજ્યો હીટ વેવનો સામનો કરી રહ્યા છે. ન્યુ જર્સી સહિત દક્ષિણ-પૂર્વના 31 રાજ્યો એવા છે જ્યાં આકાશમાંથી ભયંકર ગરમી વરસી રહી છે. અને તેની પાછળનું કારણ છે ક્લાયમેટ ચેન્જની અસર.
અમેરિકામાં સવારના ભલે સાત વાગ્યા હોય પરંતુ એવું લાગે કે જાણે સવારે 10 વાગ્યા હોય. કારણ કે ગરમી જ એટલી પડી રહી છે કે ચામડી બળી જાય. જાણે કે બિલોરી કાચ મૂક્યો હોય. ‘જુલાઈ’ મહિનામાં સૂર્યદેવતા એવા કોપાયમાન થયા કે લોકોના હોશકોશ ઉડી ગયા છે.
Another hot day is expected with widespread Heat Advisories and Extreme Heat Warnings for NE NJ. 🥵 High temperatures today will be in the middle to upper 90s for most with heat index values near 100-104 for much of the area. Stay cool and hydrated! #NYwx #CTwx #NJwx pic.twitter.com/ApScIEborZ
— NWS New York NY (@NWSNewYorkNY) July 29, 2025
અમેરિકાના લગભગ 18 કરોડ નાગરિકો છેલ્લા એક અઠવાડિયાથી ભયંકર ગરમીની ઝપેટમાં આવી ચૂક્યા છે. એટલે કે અમેરિકાની કુલ વસ્તીના અડધા લોકો ગરમીની ઝપેટમાં.
New Jersey રાજ્ય જે દરિયા કિનારે આવેલું છે , ઉનાળામાં વાતાવરણ ખુશનુમા રહેતું હોય છે, પરંતુ હવામાન વિભાગે અહીં ભારે ગરમીની ચેતવણી જાહેર કરી છે.
New Jersey ના સાઉથ પ્લેનફિલ્ડ, એડિસન અને પિસકાટવે સહિતના આસપાસના વિસ્તારો માટે ભારે ગરમીની ચેતવણી જાહેર કરાઈ. જેમાં ઉત્તરી ડેલવેર, મધ્ય, ઉત્તરીય અને દક્ષિણ ન્યુ જર્સી અને દક્ષિણપૂર્વ પેન્સિલવેનિયાના ભાગોનો સમાવેશ થાય છે. આ ચેતવણી 29 જુલાઈ, મંગળવાર, સવારે 10 વાગ્યા (Eastern Day time ) થી 30 જુલાઈ, બુધવાર, રાત્રે 9 વાગ્યા (EDT) સુધી અમલમાં છે. ગરમીનો સૂચકાંક, જે તાપમાન અને ભેજ બંને માટે જવાબદાર છે,
સૌથી મહત્વની વાત એ છે કે ભારે ગરમીનો પ્રકોપ સહન કરી રહેલા રાજ્યોમાં અલાબામા, એરીઝોના, અર્કાન્સસ, ફ્લોરિડા , જોર્જીયા, કેન્ટકી, લુઇસિયાના, મિસીસીપી, મિસૌરી, ન્યુયોર્ક ,ટેનેસી અને વેસ્ટ વર્જિનિયા છે.
17 રાજ્યો ભારે ગરમીની ચેતવણીઓ હેઠળ છે, જેમાં અરકાનસાસ, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઇલિનોઇસ, આયોવા, કેન્ટુકી, લુઇસિયાના, મિનેસોટા, મિસિસિપી, મિઝોરી, નેબ્રાસ્કા, ઉત્તર કેરોલિના, ઓહિયો, દક્ષિણ કેરોલિના, દક્ષિણ ડાકોટા, ટેનેસી અને પશ્ચિમ વર્જિનિયા. આ રાજ્યોમાં તાપમાન ખતરનાક રીતે ઉચ્ચ સ્તરે પહોંચી ચૂક્યું છે.
આ પણ વાંચોઃ 8th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વની વાત, સંસદમાં સરકારે 8મા પગાર પંચ આપી વિશે જાણકારી
ગરમીનો સૂચકાંક :
સતત બે દિવસ 29 July થી 30 July 2025 માટે પાંચ કે તેથી વધુ કલાકો માટે 105°F થી 115°F કે તેથી વધુ રહેવાની ધારણા છે. આવા સંજોગોને આધારે રાષ્ટ્રીય હવામાન વિભાગે ભારે ગરમીની ચેતવણી જારી કરી છે.
આ પરિસ્થિતિઓ જીવન અને આરોગ્ય માટે ગંભીર સ્થિતી પેદા કરી શકે છે. ગરમીથી થતી બીમારીઓ જેમ કે હીટ સ્ટ્રોક, ગરમીનો થાક અને ડિહાઇડ્રેશનનું જોખમ.


