નવી દિલ્હી, 17 જુલાઇઃUS Embassy Warns: અમેરિકામાં ફરવા ગયેલી એક ભારતીય મહિલાએ સ્ટોરમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ યુએસ એમ્બેસીએ કડક શબ્દોમાં ઈમિગ્રન્ટ્સને ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ અમેરિકામાં રહેતાં અથવા ત્યાં જવાનું વિચારી રહેલા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે, અમેરિકામાં હુમલો, ચોરી, કે ગેરરીતિ જેવા ગુના પર વિઝા રદ થઈ શકે છે. સાથે ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
Committing assault, theft, or burglary in the United States won’t just cause you legal issues – it could lead to your visa being revoked and make you ineligible for future U.S. visas. The United States values law and order and expects foreign visitors to follow all U.S. laws. pic.twitter.com/MYU6tx83Zh
— U.S. Embassy India (@USAndIndia) July 16, 2025
અમેરિકન એમ્બેસીએ X પર પોસ્ટ કરી હતી કે, જો તમે અમેરિકામાં હુમલો, ચોરી કે ઘરફોડ ચોરી, ગેરરીતિ કરો છો, તો તમારા પર માત્ર ન્યાયિક કાર્યવાહી ઉપરાંત વિઝા પણ રદ થી શકે છે. તેમજ ભવિષ્યમાં વિઝા મંજૂર થવાની સંભાવના પર પૂર્ણવિરામ વાગી શકે છે. અમેરિકા કાયદાનું સન્માન કરે છે, અને વિદેશી નાગરિકો પાસેથી પણ આ જ અપેક્ષા છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશન મુદ્દે સતત આકરૂ વલણ દર્શાવી રહ્યા છે. તેમણે ઈમિગ્રેશનના નિયમોને કડક બનાવવા ઉપરાંત ગેરકાયદે વસતાં ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની સુધીની કાર્યવાહી હાથ ધરી છે. 20 જાન્યુઆરીથી 29 એપ્રિલ દરમિયાન તેમણે 1.42 લાખ વિદેશીઓને અમેરિકામાંથી ડિપોર્ટ કર્યા હતાં. એવામાં આ પ્રકારની ઘટનાએ ઈમિગ્રટન્સ પર સંકટના વાદળો વધુ ઘેરા બનાવ્યા છે.
અમેરિકાના કાયદા અનુસાર, ચોરી અને સ્ટોરમાંથી ચોરીને અલગ-અલગ ન્યાયિક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ ચોરી પ્રકૃતિ અને કિંમત પર નિર્ભર કરે છે. ત્યાં કાયદામાં ચોરી, ઉચાપત, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓને અલગ-અલગ વિગતવાર વ્યાખ્યાયિત કર્યા છે.

