લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 17 જુલાઇ: Travel: આગામી તહેવારો દરમિયાન લોંગ વીકેન્ડમાં જો ફરવા જવું હોય તો ગુજરાતથી નજીક એવી આ જગ્યાઓએ જઈ શકાય છે. આ 5 જગ્યા એવી છે જ્યાં ચોમાસા દરમિયાન ફરવા જવું યાદગાર અનુભવ રહેશે. આ જગ્યાઓ બજેટ ફ્રેંડલી છે. 5 મોનસુન ડેસ્ટિનેશન તમારા મિની વેકેશનને અદ્ભુત અનુભવ બનાવશે. આ 5 જગ્યાઓએ ફરવા જવાનો અનુકૂળ સમય જૂનથી સપ્ટેમ્બર હોય છે.
મહાબળેશ્વર: મહારાષ્ટ્રનું આ હિલ સ્ટેશન ચોમાસામાં ફરવા માટે શાનદાર છે. સ્ટ્રોબેરીના ખેતરો અને મનોરમ્ય દ્રશ્યો માટે પ્રખ્યાત મહાબળેશ્વર ચોમાસા દરમિયાન સેફ પ્લેસ છે. મહાબળેશ્વર વરસાદી વાતાવરણમાં ફરવા માટે સેફ ગણાય છે કારણ કે અહીં જોખમી રસ્તા નથી.
દીવ: દીવ ગુજરાતના દરિયા કિનારે આવેલું ફરવા લાયક અદભુત પ્રવાસ સ્થળ છે. નેચર લવર માટે દીવ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. દીવમાં ઘણા સુંદર બીચ ઉપરાંત અંગ્રેજી કાળની ઘણી ઐતિહાસિક ઇમારતો છે. દીવમાં નાગોઆ, ધોધલા બીચ અને જલંદર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. પ્રવાસીઓ દીવમાં પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઇડની મજા લઈ શકે છે. દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો જોવાલાયક સ્થળો છે.
લોનાવાલા: મુંબઈ અને પુણેથી થોડા કલાક દુર લોનાવાલા આવેલું છે જે ચોમાસામાં ફરવા માટે લોકપ્રિય ડેસ્ટિનેશન છે. ટ્રેંકિંગ, ઝરણા અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ ઓછા ખર્ચે સારી ટ્રીપનો અનુભવ કરાવશે. જો કે ચોમાસામાં અહીં ટ્રેકિંગ પર જતા પહેલા હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લેવી.
ઉદયપુર: ચોમાસા દરમિયાન રાજસ્થાનના ઉદયપુરની રોનક વધી જાય છે. વરસાદના પાણીથી પિછોળા લેક, ફતેહસાગર છલોછલ હોય છે. ચોમાસામાં અરાવલીની લીલીછમ પર્વતમાળા વચ્ચે ઉદયપુરનું અલગ જ રુપ જોવા મળે છે. અહીં વાતાવરણ મનમોહક હોય છે.
સાપુતારા હિલ સ્ટેશન: સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતનું એક માત્ર હવા મથક છે. ચોમાસા બાદ શિયાળાની ઠંડીમાં સાપુતારા હિલ સ્ટેશન પર માઉન્ટ આબુ જેવો અનુભવ થાય છે. સાપુતારાનો મતલબ નાગનું ઘર છે. સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલું સાપુતારા હિલ સ્ટેશન અદભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. સાપુતારામાં ઘણા આકર્ષક સ્થળો છે. હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ડાંગી સંસ્કૃતિ જોવા માટે નવા નગર, સનસેટ પોઇટ, સાપુતારા તળાવમાં બોટિંગ કરવાની પ્રવાસીઓને મજા પડે છે. નજીકમાં જોવા માટે વનસ્પિત ઉદ્યાન, ગિરા ધોધ, સપ્તશૃંગી ગઢ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. સાપુતારા હિલ સ્ટેશન અમદાવાદથી 400 કિમી અને 290 કિમી અને સુરતથી 170 કિમી દૂર છે.

