ગાંધીનગર, 16 જુલાઇઃ Gopal italia: ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. જેમાંથી ગોપાલ ઈટાલિયાએ બુધવારે (16 જુલાઈ) ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષે ઈટાલિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા.
गांधीनगर
गुजरात विधानसभा के अध्यक्ष शंकरभाई चौधरी की उपस्थिति में आज विधानसभा में विसावदर विधानसभा क्षेत्र से नवनियुक्त विधायक @Gopal_Italia को विधायक के रूप में शपथ ली।
लड़ेंगे… जीतेंगे… pic.twitter.com/XH9CO0vsOJ— Manoj Sorathiya (@manoj_sorathiya) July 16, 2025
કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. વિસાવદર બેઠકની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોના માર્જિનથી હરાવીને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ગુજરાત વિધાનસભામાં AAPની ધારાસભ્યોની સંખ્યા ફરીથી પાંચ થઈ ગઈ છે.
ગુજરાત વિધાનસભામાં AAPના 5 ધારાસભ્યો
1- ગોપાલ ઈટાલિયા, વિસાવદર
2- ચૈતર વસાવા, દેડિયાપાડા
3- સુદિપ કુમાર રમેશચંદ્ર કિકાણી, લાઠી
4- હેમંત ખવા, જામજોધપુર
5- ઉમેશ મકવાણા, બોટાદ ( AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે)
મહત્ત્વનું છે કે, બોટાદથી AAPમાંથી ચૂંટાયેલા ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમને AAP દ્વારા પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે AAP પછાત સમુદાયોના નેતાઓ અને કાર્યકરોને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં નિષ્ફળ રહી છે. એટલે કે ઉમેશ મકવાણા હજુ પણ બોટાદના ધારાસભ્ય છે, પરંતુ તેમને AAP માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા @Gopal_Italia એ આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં વિસાવદર-ભેંસાણ-જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે લીધા શપથ. pic.twitter.com/58h0n9jLSG
— AAP Gujarat (@AAPGujarat) July 16, 2025
15મી વિધાનસભામાં પેટાચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટી- આપના ગોપાલ ઈટાલિયા અને કડી (અનુસૂચિત જાતિ અનામત) બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે શપથ લેશે. ચૂંટાયા તે દિવસથી લઈને આજે 22માં દિવસે ગોપાલ ઈટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા.
આ પણ વાંચોઃ Youtube New Rules: આજથી યુટ્યુબના આ નિયમમાં ખાસ બદલાવ, યુટ્યુબર્સને થશે ખાસ અસર- વાંચો વિગત

