નવી દિલ્હી, 15 જુલાઇઃ Shubhanshu Shukla: ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાની 18 દિવસની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) યાત્રા પૂર્ણ થઈ છે. તેઓએ કેલિફોર્નિયા તટ નજીક પેસિફિક મહાસાગરમાં સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ મારફત ઉતરાણ કર્યું છે. શુભાંશુ શુક્લાનું બપોરે 3.1 વાગ્યે સફળતાપર્વક પૃથ્વી પર કમબેક ભારત માટે ગર્વની પળ બની છે.
🚨 𝗦𝗣𝗟𝗔𝗦𝗛𝗗𝗢𝗪𝗡
Gp Capt Shubhanshu Shukla and the Axiom-4 crew are back on Earth!! 🌏
The Crew Dragon ‘Grace’ capsule has successfully splashed down gently in the Pacific Ocean off the coast of California! 🌊 pic.twitter.com/hF32ouLrZ3
— ISRO Spaceflight (@ISROSpaceflight) July 15, 2025
આ પણ વાંચોઃ Youtube New Rules: આજથી યુટ્યુબના આ નિયમમાં ખાસ બદલાવ, યુટ્યુબર્સને થશે ખાસ અસર- વાંચો વિગત
ડ્રેગન 27,000 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાયુમંડળમાં પ્રવેશ્યું હતું. જ્યાં ગરમી અને ઘર્ષણના કારણે તેનું તાપમાન 1600 સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. જેના લીધે થોડા સમય માટે કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટ્યો હતો.
Follow live how Ax-4 is getting ready to undock from the ISS and prepares to return from space. Best wishes for a safe return and reentry @astro_slawosz , @AstroPeggy , @IndiaInSky and Tibor Kabu!@RymdstyrelsenSE @esa @SpaceX @Axiom_Spacehttps://t.co/wkPoqcWaQt
— Marcus Wandt (@astro_marcus) July 14, 2025
વાયુમંડળમાંથી બહાર નીકળ્યા બાદ નાના-મોટા પેરાશૂટ ખોલ્યા હતા. જેની મદદથી ડ્રેગન કેપ્સૂલને મહાસાગરમાં સુરક્ષિત ઉતાર્યું હતું. જ્યાં રિકવરી ટીમ હોડી અને હેલિકોપ્ટર સાથે તૈયાર હતા. તેઓ શુભાંશુ અને તેની ટીમને તુરંત મેડિકલ તપાસ માટે લઈ ગયા.
• 20 days, 3 hours in space
• 322 orbits completed
• 1,39,10,400 kilometres travelled
• 1st ever Indian on ISSWelcome back to Earth Gp Capt Shubhanshu Shukla 🌏🇮🇳 pic.twitter.com/8nPH0tLjl8
— ISRO Spaceflight (@ISROSpaceflight) July 15, 2025
લેન્ડિંગ બાદ શુભાંશુ અને તેની ટીમ 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેશે. જેથી તેમના સ્વાસ્થ્યની તપાસ થઈ શકે અને અંતરિક્ષની અસરોમાંથી બહાર આવી સામાન્ય વાતાવરણને અનુકૂળ બની શકે. તેમની વાપસી ભારત માટે ગર્વની પળ બની છે.

