Screenshot 2024 07 20 13 04 27 76 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x798

સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું

AMC કમિશનરે સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા યુનિટને સિલ કરવા આદેશ આપ્યા છે. નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતાં પહેલા 61 ઔધોગિક એકમો સામે 2022 અને 2023ના કેલેન્ડર વર્ષ દરમિયાન પગલા ભરાયા હતા. જે પૈકી 32 એકમોને ક્લોઝર સહિત અન્ય હુકમ કરાયા છે. જ્યારે 12 એકમોને કારણદર્શક નોટિસો, 16 એકમોને લીગલ નોટિસ આપી 32 જેટલા એકમોને તાળા માર્યા હતા.