ભારતીય સેનામાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં સેના દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત હવાલદાર અને નાયબ સુબેદારની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે અરજીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે. જોકે, તમે ભારતીય સેનાની ઓફિશીયલ વેબસાઈટ પરથી પણ તમામ માહિતી જાણી શકશો.

