ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન ઋષિ શાહ પર 8.35 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. અમેરિકન કોર્ટે તેને સાડા 7 વર્ષની જેલની સજા ફટકારી છે. 38 વર્ષીય ઋષિએ 2006માં આઉટકમ હેલ્થ નામની કંપની બનાવી હતી. બાદમાં ગૂગલ અને ગોલ્ડમેન જેવી મોટી કંપનીઓ સાથે જાહેરાતના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. જે પૈસાથી ઋષિ વૈભવી જીવન જીવતો હતો.

