બે આગાહી, ગુજરાતમાં ભુક્કા બોલશે, વાવાઝોડાની શક્યતા
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા 5 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી વખત ભુક્કા બોલાવશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પણ પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. વાવાઝોડા જેવી સ્થિતિની શક્યતા છે.

