સિદ્ધપુરમાં અવાવરૂ બનેલી આયુર્વેદિક હોસ્પિટલ હવે દાંત અને મોઢાના કેન્સરની હોસ્પિ. બનાવવામાં આવશે. આ હોસ્પિ.નું ચાર મહિનામાં રીપેરિંગ કામ હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટમાં વર્ષ 2021માં સિદ્ધપુર નપાના પૂર્વ કોર્પોરેટર વિકાસ પટેલ દ્વારા સરકારે બનાવેલા આયુ. હોસ્પિટલના બિલ્ડિંગના વણ વપરાશને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ઉપરાંત સિવિલ હોસ્પિટલના ઉપરના ત્રણથી ચાર માળ ખાલી છે.

