વર્ષ-1994માં ઈસરો જાસૂસી કેસમાં CBIએ પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. અવકાશ વૈજ્ઞાનિક નંબી નારાયણને કથિત રીતે ફસાવવા તિરુવનંતપુરમની એક કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરાઈ છે. બુધવારે જણાવ્યું કે હજી એ નથી જાણી શકાયું કે કયા લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. જણાવી દઈએ કે, લાંબી કાયદેસરની લડાઈ અને તપાસ બાદ નંબી નારાયણને CBIએ નિર્દોષ જાહેર કર્યા હતા.

