દિલ્હીમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે AAP સાથેના ગઠબંધનનો વિરોધ કરી પાર્ટી છોડી છે. પૂર્વ ધારાસભ્યોમાં નસીબ સિંહ અને નીરજ બસોયા સામેલ છે, જેમણે રાજીનામું આપ્યું છે. રાજીનામામાં તેમણે ઉદિત રાજના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, કોંગ્રેસે ઉદિત રાજને દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પરથી INDIA ગઠબંધનના ઉમેદવાર જાહેર કર્યા છે.

