દક્ષિણ ગુજરાતમાં એલર્ટ, નવસારીની સ્થિતિ ખરાબ
આજે પણ સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. 27 જુલાઈ માટે વરસાદની આગાહી નથી. નવસારીની વાત કરીએ તો ગત રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈ ઠેર-ઠેર પાણી ભરાયા છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે દર વર્ષની જેમ શહેરના શાંતાદેવી વિસ્તારમાં વરસાદી પાણીની નદી વહેતી થઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે.

