અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલામાં 50 વર્ષીય ફાયર ફાઈટરનું મોત થયું હતું. કોરી કોમ્પેરેટોર નામના આ વ્યક્તિએ પોતાના પરિવારને ગોળીઓથી બચાવતા જીવનું બલિદાન આપ્યું હતું. તેઓ તેમના પરિવાર સાથે ટ્રમ્પની બરાબર પાછળ બેઠા હતા. ગોળીબાર થતાની સાથે જ તેમણે પોતાની પત્ની અને દીકરીને નીચે પાડી પોતાની જાતને તેના પર ઢાલ બનાવી દીધી. પેન્સિલવેનિયાના ગવર્નરે તેમને સુપરહીરો ગણાવ્યા છે.

