ગાઝા સિટી નજીક એક ટ્રેનિંગ કોલેજમાં સ્થિત રાહત સામગ્રી વિતરણ કેન્દ્ર પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. દરમિયાન ઇજિપ્તની સરહદ પર સ્થિત રફાહમાં ઇઝરાયેલની ટેન્ક હવે શહેરની અંદર પહોંચી ગઈ છે. ત્યાં છેલ્લા દોઢ મહિનાથી ઇઝરાયલી સેના અને પેલેસ્ટિનિયન લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.

