T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે ભારત આવી ગઈ છે. શું તમે જાણો છો કે T20 WC ટ્રોફી કોની પાસે રહેશે. ICC વાસ્તવિક WC ટ્રોફી કોઈપણ ટીમને આપતી નથી. વિજેતા ટીમને ટ્રોફીની પ્રતિકૃતિ મળે છે. સાચી ટ્રોફી ટીમના નામ સાથે ICC શોકેસમાં રાખવામાં આવે છે. ટ્રોફીની પ્રતિકૃતિ વિજેતા દેશના ક્રિકેટ બોર્ડ પાસે રહે છે. રોહિત આજે મુંબઈમાં જય શાહને ટ્રોફી આપશે, જેને BCCIના શોકેસમાં રાખવામાં આવશે.

