*કુમકુમ મંદિર ખાતે ભગવાનને કલાત્મક અદ્ભુત રંગબેરંગી ફૂલોના ભવ્ય શણગાર કરવામાં આવ્યા.*
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર ખાતે વૈશાખ માસમાં પડતી અતિશય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા શુભ હેતુથી અદભુત રંગબેરંગી કલાત્મક ફૂલોના શણગાર કરવામાં આવ્યા હતા.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરવાનું શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.
જે ભગવાનની ભક્તિ કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. નવધા ભક્તિનું અર્ચન ભક્તિનું ખૂબ મહત્વ છે. તેથી કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે આ રીતે ફૂલોના અદભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા.

