1973માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અભિમાન’ શ્રીલંકામાં 590 દિવસ સુધી ચાલી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ તેની વાર્તાની સાથે ગીતો માટે પણ ફેમસ થઈ હતી. ફિલ્મમાં જયા બચ્ચન એક નાનકડી સ્ટાર છે, જ્યારે અમિતાભ ટોચના ગાયક છે. પોતાની આવડતના આધારે જયા તેના કરતા મોટી સ્ટાર બની જાય છે અને બંને વચ્ચે ઘર્ષણ શરૂ થઈ જાય છે.

