મુંબઈના અટલ સેતુ બ્રિજમાં પડેલી તિરાડને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના દાવા બાદ હવે ભાજપે આના પર પલટવાર કર્યો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે X પર લખ્યું કે અટલ સેતુમાં કોઈ તિરાડ નથી અને ન તો અટલ સેતુને કોઈ ખતરો છે. આ તસવીર એપ્રોચ રોડની છે. એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટીએ જુઠ્ઠાણાનો સહારો લઈને ‘તિરાડ’નો એક લાંબો પ્લાન બનાવ્યો છે.

