World Sparrow Day 2025

World Sparrow Day 2025: ચકલીઓને બચાવવાની સાથે તેમના ઘરની પણ વ્યવસ્થા કરે છે એનિમલ લાઇફ કેર

“તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું !!” કવિ શ્રી- રમેશ પારેખ

અમદાવાદ, 21 માર્ચઃ World Sparrow Day 2025: આપણા ગામડે ઘરે-ઘરે જે પક્ષી આપણું સાથી હતું જેનો પરિવાર આપણા પરિવારનો ભાગ હતો તેવી ચકલી આજે લુપ્ત થવાના આરે છે. આધુનિક મકાનોની રચના કાયમી બંધ બારી બારણા અને માળો બનાવવા માટેના ગોખલા ફોટા કે માટીના ગલ્લા ભૂતકાળ બનવાથી ચકલીના ઘર પણ ભૂતકાળ બની ગયા.

સરકાર સિંહની જાળવણી માટે કરોડો રૂપિયા ફાળવે છે. સેકડો વન રક્ષકો સિંહની જાળવણી માટે ખડા પગે છે, તેવી જ રીતે આપણે સૌ સ્વતંત્ર પર્યાવરણ ના યોધ્ધા બનીને, ઘર આંગણે “ચકલી” ને તો બચાવી શકીએ છીએ. આપણા વડવાઓ આ પક્ષી થી એટલા હળી મળી ગયા હતા કે, અમદાવાદ ઢાળની પોળમાં પોલીસ ફાયરિંગ માં મૃત્યુ પામેલ ચકલીનું સ્મારક છે.”

World Sparrow Day 2025 1 300x225

“એક પ્રયાસ ચકલી બચાવવાનો” દરેક નવા ઘરમા
ઘરની બહાર બખોલ રાખીયે એવો સંકલ્પ લઈશું તો જ ચકલીને બચાવી શકાશે..

છેલ્લાં કેટલાય સમયથી અમદાવાદ સહિત અનેક શહેરોમાં ચકલીનો અવાજ ઓછો જોવા મળે છે, કેમ કે તેમના ઘર છીનવાઈ ગયા છે.

અગાઉ, થોડા વર્ષો પહેલા ચકલીઓ માટે માટે નવા ઘર બનાવતા, બખોલ રાખતા હતા હવે કોઈ પોતાના ઘરમા બખોલ રાખતુ નથી, ચકલીઓના ઘર છીનવાઈ ગયા છે,

એનિમલ લાઈફ કેર મંત્રી વિજય ડાભી તથા અન્ય મેમ્બર છેલ્લા ઘણા સમયથી અમદાવાદ વિસ્તાર ની પોળમાં ચકલી બચાવવા માટે માળા લગાવવાનું કામ કરે છે

પહેલાં ઘરના વડીલ ચકી ને ચકા ની વાર્તા સંભળાવતા હતા ત્યારે ચકલી નો અવાજ કાનમાં ગૂંજતો હતો, હાલની નવી જનરેશન છે તેને ક્યાંય ચકલી જોવા નથી મળતી તેનું કારણ છે ખૂબ જ પ્રદૂષણ , જંગલો છીનવાઇ ગયા, કંપનીઓના મોટા મોટા ટાવર્સના કારણ રેડિએશનથી ઘોંઘાટને કારણે ચકલીઓ સીટી વિસ્તારમાં લુપ્ત થવાને આરે છે અને સમગ્ર વિશ્વમાં પણ તેની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

આપણી આસપાસ અવશ્ય ચકલીનો માળો બાંધવો જોઇએ તથા પાણીનું કુંડુ અવશ્ય મૂકવું જોઈએ.

આ પણ વાંચોઃ Nature forever: કુદરતના કલરવને સાચવવા “નેચર ફોરએવર” નામની સંસ્થા કરી રહી છે અનોખુ કામ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ચકલી બચાવવા, આપણે કરી શકીએ તેવા માત્ર ત્રણ કામ..*
1. બજારમાં ચકલીનો માળો મળે છે તે ખરીદી ઘરે કેટલાક માળા લગાવવા, અથવા જૂના નાના માટલા માંથી બનાવી શકાય.

2. ઘરના આંગણામાં કાયમ માટે પાણીનું કુંડું ભરેલું રાખવું ખાસ કરીને ઉનાળામાં

3. દરરોજ ધાબે કે આંગણામાં જુવાર બાજરી ચોખા જેવા નાના ધાન્ય નાખવા.(પક્ષીઓને બિસ્કીટ, ગાંઠિયા, ચેવડો કદી ન ખવડાવીએ, એ એમને નુકશાન કરશે.

World Sparrow Day 2025 2 300x225

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.

મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
                 -કવિ શ્રી – રમેશ પારેખ

આ પણ વાંચોઃ Traffic Rules: હવે બેફામ વાહન ચલાવવુ પડશે ભારે, ટ્રાફિક નિયમોના ભંગ બદલ થશે 10 ગણો વધુ દંડ- જાણી લો નવા રુલ્સ

આ પણ વાંચોઃ Firing in Bihar: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજે સામાન્ય વિવાદમાં એકબીજાને ગોળી મારી- વાંચો શું છે મામલો?