Waqf Amendment Bill

Waqf Amendment Bill: લોકસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફ બિલ રજૂ કર્યુ, સાથે મુસ્લિમોને આપી આ ખાતરી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 03 એપ્રિલઃ Waqf Amendment Bill: આજે બુધવારે બપોરે લોકસભામાં વકફ સુધારા બિલ 2025 રજૂ કરવામાં આવ્યું. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પ્રશ્નકાળ પછી, બપોરે લોકસભામાં ચર્ચા માટે તેને રજૂ કર્યું. આ બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સંસદમાં બિલ રજૂ કરતી વખતે વિપક્ષ તરફથી ઘણો હોબાળો થયો. વિપક્ષે ચર્ચાનો સમય વધારીને 8ને બદલે 12 કલાક કરવાની પણ માંગ કરી છે. બિલ રજૂ કરતી વખતે સરકારે મુસ્લિમોને 5 ખાતરીઓ આપી છે.

કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, આ બિલ અંગે 97,27,772 અરજીઓ મળી હતી, આજ સુધી આટલી મોટી સંખ્યામાં અરજીઓ ક્યારેય કોઈ બિલ અંગે મળી નથી. 284 પ્રતિનિધિમંડળોએ વિવિધ સમિતિઓ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. જે લોકો આ બિલનો સકારાત્મક વલણ સાથે વિરોધ કરે છે તેઓ પણ તેનું સમર્થન કરશે.

સરકારે આપી મુસ્લિમોને આ ખાતરીઃ
1. સંસદમાં બિલ રજૂ કરતી વખતે, કિરેન રિજિજુએ મુસ્લિમોને ખાતરી આપી હતી કે આ બિલમાં કોઈપણ મસ્જિદ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની જોગવાઈ નથી. આ ફક્ત મિલકતનો મામલો છે; આ બિલનો ધાર્મિક સંસ્થાઓ સાથે કોઈ સંબંધ નથી.

આ પણ વાંચોઃ Bank Holiday: બેંકિંગના કામ હોય તો પતાવી લેજો, એપ્રિલમાં 10 દિવસ બંધ રહેશે બેંક- વાંચો વિગત

2. સરકારે કહ્યું કે, વકફ સુધારા બિલમાં કોઈપણ ધાર્મિક સ્થળ કે મસ્જિદના સંચાલનમાં કોઈપણ પ્રકારની દખલગીરી માટે કોઈ જોગવાઈ નથી. આમાં કોઈ ફેરફાર કે હસ્તક્ષેપ થશે નહીં.

3. વકફ સુધારા બિલમાં કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિમાં દખલગીરીની કોઈ જોગવાઈ નથી. અમે કોઈપણ મસ્જિદના કામકાજમાં દખલ કરવાના નથી. વક્ફ બોર્ડ કાયદાના દાયરામાં રહેશે, તેમાં કાયદાની વિરુદ્ધ કંઈ કરવામાં આવશે નહીં.

4. રિજિજુએ કહ્યું કે કલેક્ટર રેન્કથી ઉપરનો કોઈપણ અધિકારી સરકારી જમીન અને કોઈપણ વિવાદિત જમીન સંબંધિત વિવાદની તપાસ કરશે. જ્યારે આપણે વકફ મિલકત બનાવીએ છીએ, ત્યારે આપણે કોઈ આદિવાસી વિસ્તારમાં જઈને તે કરી શકતા નથી. આ પરિવર્તન મહત્વપૂર્ણ છે. કોઈપણ મસ્જિદ સામે કોઈ કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ નથી. સરકારે કહ્યું કે આ બિલમાં મસ્જિદના સંચાલનમાં દખલગીરીની કોઈ જોગવાઈ નથી.

5. સરકારે વચન આપ્યું હતું કે કાઉન્સિલના કેન્દ્રમાં કુલ 22 સભ્યોમાંથી 4 થી વધુ સભ્યો બિન-મુસ્લિમ હોઈ શકશે નહીં. ભૂતપૂર્વ અધિકારીઓ સહિત 3 સંસદ સભ્યો ચૂંટાશે. સંસદના સભ્યો કોઈપણ ધર્મના હોઈ શકે છે.

આ પણ વાંચોઃ Ghibli: ગિબલિના ટ્રેન્ડને ફોલો કરતા પહેલા ચેતજો! નિષ્ણાતોએ દુરુપયોગ થવાની આપી ખાસ ચેતવણી- વાંચો વિગત