Vijay Mallya

Vijay Mallya: નાણામંત્રીની આ જાહેરાત બાદ કિંગફિશર એરલાઈન્સના પૂર્વ વડા ભાગેડુ વિજય માલ્યા ન્યાય માગવા થયા મજબૂર!

બિઝનેસ ડેસ્ક, 19 ડિસેમ્બરઃ Vijay Mallya: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે (18મી ડિસેમ્બર) જાહેરાત કરી હતી કે, ‘ઈડીએ છેતરપિંડી સંબંધિત અલગ-અલગ કેસોમાં 22 હજાર કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. જેમાં ભાગેડુ વિજય માલ્યા પાસેથી 14,131 કરોડ રૂપિયાની વસૂલાતનો પણ સમાવેશ થાય છે.’ નાણામંત્રીની આ જાહેરાત બાદ કિંગફિશર એરલાઈન્સના પૂર્વ વડા ન્યાય માગવા મજબૂર થયો છે.

ભાગેડુ વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પેસ્ટ કરી લખ્યું કે, ‘ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે કિંગફિશર એરલાઇન્સ (KFA)ની લોનનું મૂલ્ય 6,203 કરોડ રૂપિયા આંક્યું હતું, જેમાં 1,200 કરોડ રૂપિયાના વ્યાજનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી હતી કે ઈડી દ્વારા 6,203 કરોડ રૂપિયાને બદલે રૂ. 14,131 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે અને હું હજુ પણ આર્થિક ગુનેગાર છું. જ્યાં સુધી ઇડી અને બેન્ક કાયદેસર રીતે સાબિત નહીં કરે કે તેઓએ કેવી રીતે બમણાથી વધુ લોન વસૂલ કરી છે, હું રાહતનો હકદાર છું, જેના માટે હું પ્રયત્ન કરીશ.’

આ પણ વાંચોઃ Mansarovar Yatra: 5 વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જાણો જવા માટેના ત્રણ મુખ્ય રૂટ સાથે મહત્વ

ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા એક સમયે ‘કિંગ ઓફ ગુડ ટાઈમ્સ’ તરીકે જાણીતા હતા. તેના પર ભારતીય બેન્ક પાસેથી લગભગ 9000 કરોડ રૂપિયાની લોન લેવા અને તેને પરત ન કરવાનો આરોપ છે. વર્ષ 2016માં દેશ છોડ્યા બાદ તે બ્રિટનમાં રહે છે. ભારતીય એજન્સીઓ સતત તેના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. માલ્યાના આરોપો પર ઈડી અથવા ભારતીય બેન્ક તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

જો કે, અગાઉ ઈડીએ દાવો કર્યો હતો કે વિજય માલ્યાની મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને તેની હરાજી કરવામાં આવી હતી, જેમાંથી રિકવરી કરવામાં આવી હતી. માલ્યાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેની સામે ભારતીય અદાલતોમાં ઘણાં કેસ ચાલી રહ્યા છે. તેમના નિવેદનથી કાનૂની વિવાદ વધુ ઘેરો બને તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ A visionary initiative: મોરબી સીરામીક ઉધોગના વેપારીઓના ફસાયેલા રૂ.19 કરોડથી વધુ નાણા SIT પરત કરી: ગૃહ રાજ્ય મંત્રી