વડોદરા, 29 ઓગષ્ટઃ Vadodara Crocodile Rescue: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે પૂરના પાણીની સાથે સાથે મગરો પણ બહાર નીકળી આવ્યા છે અને જાહેરમાં ફરતા દેખાઈ રહ્યા છે. જેથી નગરજનોના માથે વધુ એક જોખમ સર્જાયું છે.
Team of Gujarat Forest department is working in collaboration with volunteers and NGOs to minimise trobule to citizens from Crocodiles. Please contact the helpline numbers for any rescue related to crocodile in Vadodara city. #Vadodara #Crocodile @forestwala @VMCVadodara pic.twitter.com/QrXd7rADlv
— Agneeshwar Vyas, IFS (@agnee_cool) August 29, 2024
આ પણ વાંચોઃ PM Modi Talk With CM: પીએમ મોદી પોતે રાખી રહ્યા છે ગુજરાતની સ્થિતિ પર સતત નજર, CM સાથે કરી ટેલિફોનિક વાતચીત
ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે કામનાથ નગરમાં પૂરના પાણી ઓસરતા એક મહાકાય મગર મકાન પાસે મળી આવ્યો હતો. આ મગરનું રેસ્ક્યુ કરતા ફોરેસ્ટ વિભાગની તેમને ખુબ જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક યુવકોનો પણ તેમને સારો એવો સહકાર મળ્યો હતો. જવલ્લે જ જોવા મળતા 15 ફૂટના મહાકાય મગરને ફોરેસ્ટ ઓફિસમાં લાવતા નાકેદમ આવી ગયો હતો. સારા નસીબે મગરે કોઈને નુકસાન કર્યું નહોતું.
#Gujarat rains: 15-feet long crocodile ventures into #Vadodara locality Residents of Kamnath Nagar near Fatehgunj area in Vadodara woke up to a ‘huge’ surprise after a crocodile waded through the flood waters and reached a house in the colony. pic.twitter.com/iWAyVEAtGK
— Zaitra (@Zaitra6) August 29, 2024
તો બીજી તરફ સમા સાવલી રોડ પર પણ 12 ફૂટનો મગર રોડ પર આવી જતા જીવ દયા કાર્યકરોએ અઢી કલાકની જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોપ્યો હતો. ફતેગઢ નરારી હોસ્પિટલ પાસે આજે સવારે મગર બહાર આવી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે તેનું પણ રેસ્ક્યુ કર્યું હતું.

