Gujarat Rain Forecast

Unseasonal Rain: ફરી રાજ્ય ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, વાંચો વિગત

અમદાવાદ, 13 મેઃ Unseasonal Rain: ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી બે દિવસ થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ PM Modi: ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન બાદ આજે પીએમ મોદીએ સેનાના જવાનોની મુલાકાત લીધી- વાંચો વિગત

હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (13મી મે) રાજ્યના અનેક ભાગમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 14મી મેના રોજ કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ગતિથી પવન ફૂંકાવાની આગાહી છે.

15મી મેના રોજ અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં શુષ્ક હવામાન રહેશે.

આ પણ વાંચોઃ Dr.Subbanna Ayyappan: પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનનો નદીમાંથી મળ્યો મૃતદેહ- વાંચો શું છે મામલો?