બોલિવુડ ડેસ્ક, 05 સપ્ટેમ્બરઃ The Lady Killer: સામાન્ય રીતે ક્રાઈમ થ્રીલર ફિલ્મો લોકોને પસંદ આવતી હોય છે પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ. આ The lady killer ફિલ્મ છે. વર્ષ 2023 માં આવેલી આ ફિલ્મમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની જોડી દેખાઇ હતી.
વર્ષ 2023 માં નવેમ્બર મહિનામાં અર્જુન કપૂર અને ભૂમિપેડનેકરની ધ લેડી કિલર ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી મેકર્સને ખૂબ જ આશા હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે પિટાઈ ગઈ. આ ફિલ્મનું બજેટ 45 કરોડનું હતું. પરંતુ આ ફિલ્મ એક લાખની કમાણી પણ ન કરી શકી.
આ પણ વાંચોઃ TET-TAT Protest: શિક્ષણ દિનના દિવસે ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોએ કર્યુ આંદોલન, વાંચો શું છે મામલો?
સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મનું વધારે પ્રમોશન પણ કરવામાં આવ્યું નહીં અને તેને વધારે સ્ક્રીન પર રિલીઝ પણ કરવામાં આવી નહીં. ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ડેઝાસ્ટર ફિલ્મ અર્જુન કપૂર અને ભૂમિપેડેકરની આ ફિલ્મ રહી.
આ ફિલ્મનું નિર્દેશન અજય બહેલે કર્યું હતું. આ ફિલ્મ પહેલા અજય બહેલ બીએ પાસ, સેક્શન 375 અને બ્લર જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. આ ફિલ્મમાં પહેલી વખત અર્જુન કપૂર અને ભૂમિપેડનેરની જોડી પણ મુવીમાં જોવા મળી હતી. જો કે લોકોને આ જોડી પણ પસંદ ન પડી.
જોકે હવે આ ફિલ્મ ટી-સિરીઝની youtube ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના જોઈ શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે.

