T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. વિશ્વભરના ચાહકોની નજર આ મેચ પર છે. આ બંને ટીમો છેલ્લા ઘણા સમયથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. જો કે આ શાનદાર મેચ પર પણ વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. જો વરસાદ પડશે તો મેચ 30 જૂને રિઝર્વ ડે તરીકે રમાશે.

