Stock Market Holidays

Stock Market Holidays: નવેમ્બરમાં 11 દિવસ બંધ રહેશે શેરબજાર, જાણો સંપૂર્ણ લિસ્ટ

બિઝનેસ ડેસ્ક, 01 નવેમ્બરઃ Stock Market Holidays: નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને જો તમે શેર માર્કેટમાં રોકાણ કે ટ્રેડિંગ કરતા હોવ તો આ સમાચાર તમારી માટે મહત્ત્વના છે. નવેમ્બર 2025માં ભારતીય શેર માર્કેટ કુલ 11 દિવસ બંધ રહેવાનું છે, જેમાં દર અઠવાડિયે શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે અને એક ખાસ પબ્લિક હૉલિડે પણ સામેલ છે. જણાવી દઈએ કે દર સપ્તાહે શનિવાર અને રવિવારે શેર માર્કેટ બંધ રહે છે.

નવેમ્બર મહિનામાં 5 શનિવાર અને 5 રવિવાર છે. નવેમ્બરમાં એક દિવસ એટલે કે 5 નવેમ્બરે પબ્લિક હૉલિડે પણ છે. આ દિવસે પ્રકાશ ગુરુપરબ શ્રી ગુરુ નાનક દેવજીનું પર્વ છે. આ તહેવારે શેર માર્કેટ બંધ રહેશે.

નવેમ્બરમાં આ દિવસે બંધ રહેશે શેર માર્કેટ :
1 નવેમ્બરે શનિવાર, 2 નવેમ્બરે રવિવાર, 8 નવેમ્બરે શનિવાર, 9 નવેમ્બરે રવિવાર, 15 નવેમ્બરે શનિવાર, 16 નવેમ્બરે રવિવાર, 22 નવેમ્બરે શનિવાર, 23 નવેમ્બરે રવિવાર, 29 નવેમ્બરે શનિવાર અને 30 નવેમ્બરે રવિવાર. આ 10 દિવસો દરમિયાન શેરબજારમાં ટ્રેડિંગ થશે નહીં.

આ પણ વાંચોઃ Assigns Ministers: રાજ્ય સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને મળી ક્યા જિલ્લાની જવાબદારી- વાંચો વિગત

BSE અને NSEમાં શું બંધ રહેશે? :
BSE ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ, SLB સેગમેન્ટ, કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ, NDS RST, ટ્રાઇ-પાર્ટી રેપો અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR) સેગમેન્ટ બધામાં જ ટ્રેડિંગ હૉલિડે છે. એટલે કે આ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. કમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મોર્નિંગ સેશન એટલે કે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે, જ્યારે સાંજનો સેશન 5:00 વાગ્યાથી રાત્રે 11:30 કે 11:55 વાગ્યા સુધી ચાલુ રહેશે.

NSEમાં પણ ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કોર્પોરેટ બોન્ડ્સ, ન્યુ ડેટ સેગમેન્ટ્સ, નેગોશિયેટેડ ટ્રેડ રિપોર્ટિંગ પ્લેટફોર્મ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સિક્યોરિટી લેન્ડિંગ અને બોરોઇંગ સ્કીમ્સ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ સહિત બધા જ સેગમેન્ટ્સમાં રજા રહેશે. પરંતુ કમોડિટી ડેરિવેટિવ્ઝમાં સાંજનું સેશન ઓપન રહેશે. એટલે કે જે લોકો કમોડિટીઝ ટ્રેડિંગ કરે છે, તેઓ સાંજે કામ કરી શકે છે, પરંતુ બાકી બધું બંધ રહેશે.

આ રજાઓની યાદી BSE અને NSEની વેબસાઇટ્સ પર પહેલેથી જ છે. તમે વેબસાઇટ્સ પર આ યાદી જોઈ શકો છો. નવેમ્બર બાદ માત્ર ડિસેમ્બરમાં એક જ જાહેર રજા છે. એટલે કે ક્રિસમસના તહેવારે 25 ડિસેમ્બરના રોજ શેર બજાર બંધ રહેશે અને આગામી મહિને શનિવાર અને રવિવારે પણ શેરબજાર બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે માર્કેટ લાલ નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 465 પોઈન્ટ એટલે કે 0.55 ટકા ઘટીને 83,938 પર બંધ થયું હતું. નિફ્ટી 155 પોઈન્ટ એટલે કે 0.60 ટકા ઘટીને 25,722 પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃ Unseasonal Rain: ગુજરાતભરમાં કમોસમી વરસાદનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં ખાબક્યો વરસાદ