Stock Market

Stock market Closing Bell: શેરબજારમાં રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સ આજે 1412.33 પોઈન્ટ ઉછળ્યો- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 16 ઓગષ્ટઃ Stock market Closing Bell: આજે સેન્સેક્સ 1412.33 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 24500ની સાયકોલોજિકલ સપાટીએ પરત ફર્યો છે. સપ્તાહના અંતે આજે સેન્સેક્સ 1330.96 પોઈન્ટ ઉછાળા સાથે 80436.84 પર અને નિફ્ટી 397.40 પોઈન્ટ ઉછળી 24541.15 પર બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી 7 લાખ કરોડ વધી છે.

આ પણ વાંચોઃ India Post Recruitment 2024 : પોસ્ટ ઓફિસમાં 44 હજાર જગ્યાઓ પર થઇ રહી છે ભરતી, જાણો કેવી રીતે કરી શકાય એપ્લાય?

આઈટી-રિયાલ્ટી, બેન્કિંગ, પીએસયુ શેર્સમાં લેવાલીનું પ્રમાણ વધ્યું છે. સાર્વત્રિક તેજીના માહોલ સાથે આજે 325 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. તેમજ 202 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, અમેરિકાનો ફુગાવો 3 વર્ષના તળિયે નોંધાતા આગામી સપ્ટેમ્બરથી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટવાની શક્યતા પ્રબળ બની છે. જેનો ટેકો ઈક્વિટી બજારને મળ્યો છે. અમેરિકી, યુરોપ અને એશિયન બજારોમાં સુધારો નોંધાયો છે. સેન્સેક્સ આજે 79000ના લેવલે ખૂલ્યા બાદ વધી ફરી પાછુ 80000નું લેવલ ક્રોસ કર્યું હતું. સેન્સેક્સ 1.20 વાગ્યે 970.13 પોઈન્ટ ઉછળી 80076.01 પર અને નિફ્ટી 309.55 પોઈન્ટ ઉછાળા સાથે 24453.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ BCCI Rejects Bangladesh Offer: BCCIએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી T20 વર્લ્ડકપ 2024ની યજમાની નકારી, હવે જણાવ્યું કારણ..

બીએસઈ પર કુલ ટ્રેડેડ 4036 શેર્સ પૈકી 2459 શેર્સ ગ્રીન ઝોનમાં, 1470 શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી સનફાર્મા સિવાય તમામ 29 શેર્સમાં 4 ટકા સુધી ઉછળ્યા હતા. જેમાં ટેક મહિન્દ્રા 4.02 ટકા, ટાટા મોટર્સ 3.47 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.45 ટકા, ટીસીએસ 2.91 ટકા, એચસીએલ ટેક્. 2.65 ટકા ઉછળ્યો હતો. સન ફાર્મા 0.03 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે સુધારા તરફી વલણ દર્શાવે છે.