Somnath Demolition

Somnath Demolition: સોમનાથ મંદિરની પાછળના ભાગમાં ડિમોલિશનની કામગીરી શરુ, 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ Somnath Demolition: સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 9 મસ્જિદ સહિત 45 પાકા મકાનોને તોડી પાડી 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોના ટોળા એકત્ર થતા પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરાઈ હતી.

આ પણ વાંચોઃ Helene Cyclone: અમેરિકામાં હેલેન વાવાઝોડાએ લીધા 60 લોકોના જીવ, 2600 કરોડ ડોલરનું થયુ નુકસાન- વાંચો વિગત

જ્યારે મેગા ડિમોલીશનની કામગીરીમાં 50 ટ્રેક્ટર, 58 જેસીબી, 18 ડમ્પર, 5 હિટાચી, 4 હાઈડ્રા, 2 એમ્બ્યુસન્સ સહિતના સાધનો સાથે રાખવામાં આવ્યાં હતા.

મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી તથા જંગી પોલીસ કાફલો સહિત અન્ય વિભાગોના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યા હતા. જ્યારે ડિમોલીશન દરમિયાન પાંચ કિલોમીટરના વિસ્તારમાં અવરજવર બંધ કરાઈ હતી. આ દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિના ભેગા ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે.

આ પણ વાંચોઃ World Heart Day: મેરેન્ગો સીઆઈએમએસ હોસ્પિટલે વિશ્વ હૃદય દિવસની ભવ્ય સફળતા સાથે ઉજવણી કરી, જેમાં 2000 થી વધુ લોકોએ ભાગ લીધો