Som Lalit School

Somalalit School: સોમલલિત સ્કૂલના ચોથા માળેથી કુદેલી વિદ્યાર્થિનીનું સારવાર બાદ મોત, જાણો શું છે મામલો?

અમદાવાદ, 25 જુલાઇઃ Somalalit School: અમદાવાદના નવરંગપુરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં નવરંગપુરા વિસ્તારની સોમ લલિત સ્કૂલમાં વિદ્યાર્થિનીએ કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગંભીર સ્થિતિમાં વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું.

જો કે વિદ્યાર્થિનીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે સ્પષ્ટ જાણી શકાયું નથી. સમગ્ર મામલે સ્કૂલ ઓથોરીટીએ પોલીસને અને વિદ્યાર્થીનીના પરીવારને જાણ કરી હતી. આ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Shiv Puja: શ્રાવણ મહિનામાં કેવી રીતે કરવી શિવલિંગની પૂજા? જાણો સાચી પદ્ધતિ

વિદ્યાર્થિના અચાનક મોત બાદ શાળામાં શોકનો માહોલ છવાયો છે. આપઘાત કરવા પાછળનું કારણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી. અન્ય વિદ્યાર્થિનીઓએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણીએ કુદકો લગાવી દીધો હતો. નવરંગપુરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે વિદ્યાર્થિનીના માતા-પિતાની પ્રાથમિક પુછપરછ કરી ત્યારે જાણવા ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતુ. જેથી આ અનુસંધાનમાં પોલીસ તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થિઓ, તેના ક્લાસ ટીચરની પુછપરછ કરશે, તેમજ તેની સોશિયલ મિડીયા એકાઉન્ટ અંગે પણ તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિની ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હોવાથી તેને અભ્યાસના દબાણમાં હોવાની શક્યતાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સમક્ષ સમગ્ર મામલે રિપોર્ટ તેમજ સીસીટીવી ફુટેજ પણ મંગાવ્યા છે. જેના આધારે પણ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Rishabh Pant Injury: પગમાં ઈજા છતાં રિષભ પંત ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા ઉતરશે, BCCIએ આપી જાણકારી