નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ Shri Krishna Circuit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કૃષ્ણ સર્કિટ દ્વારા દેશના વિવિધ તીર્થસ્થાનો અને ધાર્મિક સ્થળોને જોડી રહી છે. આવો એ જાણીએ કે, વડાપ્રધાન મોદીએ જે કૃષ્ણ સર્કિટનો ઉલ્લેખ કર્યો છે તે શું છે? તેમજ તે કેટલા રાજ્યોને જોડશે?
सेवा की यही भावना सच्चा सामाजिक न्याय लाती है।
सच्चे सेक्युलरिज्म का प्रतीक है।
हमारी सरकार कृष्णा सर्किट के माध्यम से देश के अलग-अलग तीर्थों और धार्मिक स्थानों को जोड़ रही है।
इस सर्किट का विस्तार गुजरात, राजस्थान, हरियाणा, उत्तर प्रदेश और ओडिशा तक है।
– पीएम @narendramodi pic.twitter.com/DUco0nHYbr
— BJP (@BJP4India) January 15, 2025
કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન યોજના હેઠળ દેશભરમાં થીમ-આધારિત 15 પર્યટન સર્કિટ વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં નોર્થ ઇસ્ટ સર્કિટ, બૌદ્ધ સર્કિટ, હિમાલય સર્કિટ, કોસ્ટલ સર્કિટ, કૃષ્ણ સર્કિટ, ડેઝર્ટ સર્કિટ, ટ્રાઇબલ સર્કિટ, ઇકો સર્કિટ, વાઇલ્ડલાઇફ સર્કિટ, ગ્રામીણ સર્કિટ, આધ્યાત્મિક સર્કિટ, રામાયણ સર્કિટ, હેરિટેજ સર્કિટ, તીર્થંકર સર્કિટ અને સૂફી સર્કિટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્વદેશ દર્શન યોજના હેઠળ વિકસિત થઈ રહેલી કૃષ્ણ સર્કિટમાં પાંચ રાજ્યોમાં ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. જે મોટાભાગે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ છે. આ સર્કિટનો વિસ્તાર ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સુધી છે. આ પાંચ રાજ્યોમાંથી 12 સ્થળો આ સર્કિટનો ભાગ છે. આમાં ગુજરાતનું દ્વારકા, રાજસ્થાનનું નાથદ્વારા, સીકર અને જયપુર, હરિયાણામાં કુરુક્ષેત્ર, ઉત્તર પ્રદેશમાં મથુરા, વૃંદાવન, ગોકુલ, બરસાણા, નંદગાંવ અને ગોવર્ધન અને ઓડિશામાં પુરીનો સમાવેશ થાય છે.

